જોઈને આ નીંદર મારા તો હોશ ખોઇ દીધા
જે આપણી પાસે છે એ તો આનુ સપનું છે
ભલે આપણે રુ ના ગાદલા પર સુઈ જતા
તોય બસ પડખાં ફેરવતાં રહયા
ને આ ગરીબ ફૂટપાથ પર પણ સૂકુન સૂઇ જાય છે
બત્રીસ જાત ના પકવાન ખાઇ ને પાચન કરવાં ચાલવું પડે
ને ગરીબ એક સમય ના ભોજન થી પણ વંચિત જ રહી જાય છે
તોય રોટલી ના એક ટુકડા ને જોઈ ખુશ થઈ જાય
એરકંડીશન્ડ રુમમાં પણ શાંતિ નથી પણ મનમાં અજંપો
ને ગરીબ કુદરત ના ખોળે બેસી જે શાંતિ ને અનુભવે
મચ્છર થી બચવા ઓલઆઉટ નો ઊપયોગ કરે
આ ગરીબ ના કાન મા મચ્છર ગણગણતા કરે
એસીમા બેસી ને કામ કરે ને મો નુ તેજ ચાલ્યુ જાય ઘરે આવતા
ને ગરીબ આકરા તાપ મા કામ કરી ને ઝુંપડી જેવા ઘરે જાય ને તોય હસતો ચહેરો
જે બધું આપણી પાસે છે ને સુખ સાહીબી ની જીંદગી
એતો માત્ર ને માત્ર આ લોકો નુ સપનું જ છે જીંદગી