સ્વચ્છ મારૂં ઘર
************
(હળવાશથી લો)
કોઈ સંજોગોમાં મને મારા જુના ઘરની એક મઝેદાર (હવે. એ વખતે તો હું ઘરમાં બુમો પાડ્યા કરતો, કોઈ પરિણામ વિના.)
મારા જુના ઘેર નેક્સટ ડોર પાડોશણ આમ તો અન્ય રહેવાસીઓ જેમ શિક્ષિત, ડિગ્રીધારી. તેઓ ઘર સાફ સુંથરું રાખે,બારી જાળી પણ લૂછે, રોજ કચરો વાળે. તેમનું ઘર સ્વચ્છ રાખે અને.. પ્લાસ્ટિકની એક કેસરી સુપડીમાં ભરી અમારા બંનેના ઘર વચ્ચે મૂકે. મારાં શ્રીમતી સ્વચ્છતાનાં અતિ આગ્રહી પણ એ કચરો બંધ બાલદી માં ભરી બહાર મૂકે જે સફાઈવાળી લઈ જાય. મારા ઘરના દરવાજા સામે કચરો ભરેલી સુપડી જોઈ રોજ મારું મગજ જાય. શ્રીમતી પાડોશ સાથે સહેજે બગાડે નહીં. સહન કરીને પણ અન્યને ખુશ રાખવામાં માને. એક બે વાર ઘરમાંથી મેં મોટા અવાજે કૉમેન્ટ્સ કરી જેની કોઈ અસર મારા મેઈન ડોર પાસે થઈ નહીં.
આખરે.. 'હદ થઈ ગઈ' કહી એક દિવસ શ્રીમતીની આનાકાની છતાં હું પ્લાસ્ટિક ડોલ લઈ આવ્યો ને તેમના ઘર બહાર મૂકી.
બીજે દિવસે જોયું તો હવે બે વસ્તુ પડેલી- શાકભાજી છીણેલો લીલો અને કાગળ વગેરે સૂકો કચરો એક સાથે ભરેલી ખુલ્લી ડોલ અને.. એ જ ધૂળ, બાવાં ભરેલી કેસરી સુપડી. ખુલ્લી, કોઈ મોં ફાડ હાસ્ય કરી તમારો ઉપહાસ કરતું હોય તેવી!
તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ!!