અણસમજુ ને સમજ પડી, એ ઉલઝન છે
સુલજી ગુત્થી અઘરી કેમ ,એ ઉલઝન છે;
મળ્યા એવી રીતે કે, પોતિકા થઇ મટી ગયા,
વિખૂટાં પડ્યા નથી ને વિખૂટાં એ ઉલઝન છે;
દેખાય છૂટતું સઘળું, શાશ્વત પક્કડ સમજી,
પરિવર્તન સ્વીકાર્યનથી સ્થિતિ એ ઉલઝન છે;
જીસ્મ ને ચાહી દિલોજાન થી, કબર સુધી જ,
છુટતુ જાય સઘળું કેવી રીતે, એ ઉલઝન છે;
ફુલગુલાબી અસ્તિત્વ છે, અમરતા પ્રકૃતિ માં,
મૃત્યુ લય વિલયની લપેટમાં જ એ ઉલઝન છે: