ધરા ને દુઃખ શાને દેવું તેની વિડંબનાઓ વધું છે,
અમર દીપે જન્મેલા ઓ મૂઢને મારવા માટે જગવિખ્યાત છે આ સમૂહ સંતાપ ની સંતાકૂકડી રમવા,
મોજ ના મોજાં મળશે ના તુજને, ઓટ માં આળોટી શું રળ્યો,
વનલાગી આગમાં ચિતાઓ ભરી હતી
તુજ ના ઈશારે તો ચિતાઓ લડી હતી,
આંખ કેરા કિનારા માં સરિતા સરી હતી
સામે મળતા સાગર માં તે ભરી હતી,
પૂર્ણિમા કેરા ચંદ્રની કાયા તણી હેમ ને,
અમાસ ની અમર આશા એ વેરવિખેર કરી હતી.
#- શુન્યની કલમ -#