તારી આંખે નવી આશા પ્રગટાવ
મનવા તું હવે ખૂણેખૂણો સજાવ
નીરાશાનાં અંધારા છોડીને આવ
ભિતર શ્રધ્ધાની જ્યોતને પ્રગટાવ
જુના સરવૈયે કાલને નાંખી આવ
નવી શરૂઆતે શ્રીસવા ઘુંટી લાવ
ઉજવવા આયખુ દિવાળી આવ
આતમ દિપે અજવાળું કરી આવ
---દેવાંગ દવે
સૌને દિવાળીની આગોતરી શુભેચ્છાઓ સાથે