તારી કુંવારી નજરને પૂછ્યું તહેસમહસ,
તું પરણી કે કેમ એમ થ્યો અસમંજસ?
આંખે અરજ કરી મારી પાસે ગરજ,
વણબોલ્યાં તોય બે વાતો કરી સરસ,
ક્ષણ સંતાઈ પડી મળી તું અરસપરસ,
પળ જ્યાં સાંકડી પડી જ્યાં તું તસમસ,
નજરને તારી આંખો મળી ત્યાંથી તરસ,
તૃષ્ણી પ્યાસી નજર તને જોવા તત્પરસ,
વિજ ઠાલવતો વાણી જ્યાં તું અરસપરસ,
મલકાતી અણીયારી આંજણી નજર સરસ,
#વિજુ_