હાથ ક્યાં ફેલાય છે ? મર્યાદા માં
જકડાઈ સ્થગિત , સ્થિર થાય છે;
ને ભાવ નો ઉભરો , વહી જાય એ,
અનંત અનુરાગ માં, સ્થિર થાય છે;
ટળવળે લાગણી , આલિંગન થવા,
મૂક દ્રષ્ટિ આરપાર ,વિધાઈ જાય છે;
હદ માં બાંધતા જીવંત , ઉસુલો માં ,
બેહદ ,બેઉસુલ ,માલામાલ થાય છે;
માંગતા મળે , મર્યાદા માં જિંદગી ને,
અનહદ આનંદ , અમર્યાદ થાય છે;