કદાચિત....
ક્ષણિક આવેશમાં..
છુટી જાય...
સંબંધો મતલબી,
પળ વિપળ માં....
ભસ્મીભૂત થાય..
શું સૌંદર્ય છે બનાવટી,
મૂખોટા સજાવીએ..
તૂટીને કડકભૂસ થાય....
વેદના સંવેદના..
ખૂંચતી હદયની ખૂણે ખૂણે,
વલોપાત ઘાતકી થાય..
અલવિદા અશબ્દ છે..
શબ્દ અલવિદા કદાચિત
શબ્દાતીત અનુભૂતિ થાય...
છે શેનું અસ્તિત્વ ?
નામ ગુમનામ અનામી અનંત્...
આનંદ ચૈતન્ય છે ક્યાં????