રોજ સવારે એ મને ઉઠાડે છે
હરેક પળે એજ મને સાંભળે છે
ક્ષણે-ક્ષણને દિવસો-દિવસ
મહિનાઓ હોય કે, વારસો-વરસ;
સાચો પથ એજ મને બતાડે છે
પકડીલે છે મને હાથોમાં ત્યારે;
જયારે,આ જગત મને વિતાડે છે
એનો એ કોમળ સ્પર્શ, ત્યારે હું પામી છું;
જયારે,લોકો મને કાંટા વગાડે છે
બધાજ અંધારા રસ્તાઓ, ને જ્યાં હું અટવાવ;
મારી પેહેલા એજ,મારાં જીવનને અજવાળે છે.