ચાલ હું લખું એક પ્રેમ કહાની
જેનો તું છે રાજા ને હું છું રાની
છે આતો બહુ વાત મજાની
ચાલ હું લખું એક પ્રેમ કહાની
જ્યારે પહેલા મળીતી આપણી આંખો
બસ પછી જ પ્રેમ ની ફૂટી પાંખો
વાત થતી બહુ જ છાની
ચાલ હું લખું એક પ્રેમ કહાની
પછી મળ્યું એક દિવસ મને તારું દિલ
જોયું તો નહતું મારી પાસે મારુ દિલ
ત્યારે સમજાયું કેમ હું થઇ દીવાની
ચાલ હું લખું એક પ્રેમ કહાની
નથી કેશ કાલી ઘટા કે હોઠ કોમળ મારા
નથી ચેહરો ચાંદ કે બદન પર સિતારા
તોય તે મારી સુંદરતા વખાણી
ચાલ હું લખું એક પ્રેમ કહાની
બસ રેહવું છે આમજ ,નથી આવવું હોશમાં
આવી ને મુજને તું લઇલે તું તારા આગોશમાં
જાણે એક સાગર માં જેમ સરીતા
ચાલ હું લખું એક પ્રેમ કહાની
-Trushna