કારણ નું કારણ હોય છે
જીંદગી નું તારણ હોયછે,
ભૂલ્યા ભટક્યા, માયામાં,
ભુક્તિનું ધારણ હોય છે,
ઝેરની વિસાત , અમૃતમય,
ઉપયોગે , મારણ હોય છે;
શબ્દની મીઠાશમાં ઝેર પણ,
વેણ કડવા , દારૂણ હોય છે;
નિર્લેપભાવે, હસતા રહેવાનું,
આનંદ લયનું તારણ હોય છે ;
==================