પૈગામ આ દિલ નો, પહુંચી ના શક્યો,
જાદુ નજરનો રૂહાની ,પહુંચી ના શક્યો;
ચાંદ આજે ખોવાઈ ગયો, આસમાનમાં,
અમાવસ ની જુબાની, પહુંચી ના શક્યો;
બેખૂદી માં જિંદગી છે, શોધખોળ ખૂદની,
અહં ની દિલ કુરબાની, પહુંચી ના શક્યો;
શબ્દ ખોવાઈ ગયા, મૌનની તલાશમાં જ,
સ્પંદિત પ્રાણની વાણી, પહુંચી ના શક્યો;
નાદ બ્રહ્મ સાધના છે, ભીતર ની અનુભૂતિ,
મનોલયે આગમવાણી, પહુંચી ના શક્યો;