રૂડો રંગ રાખ્યો, તમે દિલ ઉધારી;
પછી જાતને છે, અમે દિલ સુધારી.
મળ્યો આજ મોકો , કહી વાત છાની;
હતો બોજ દિલનો,લીધો દિલ પુકારી.
વખત ના વહાણે , જવાનું વહી તો;
ગતિ છે એ કાળની,ઘણી એતો ન્યારી.
મુકીને અમે શ્વાસ, વિશ્વાસે લીધા છે ;
હવે લાગશે વાત એ, ખુબ જ પ્યારી.
એ આનંદ દિલ નો, વહેંચી દેવા માં;
જીવન માં પછી તો, ખુશાલી ખુશાલી.