રાધા તો છે, પ્રેમ ની ધારા,
કૃષ્ણ ક્લીમ્, , છે હ્રીં રાધા;
પ્રેમ બીજે ,ત્યાગમાં તત્પર,
શરણાગતિ માં, શ્રેષ્ઠ રાધા;
કુંજવિહારી કૃષ્ણ છે કાળી,
ગોરી ગોરી, ગૌરવર્ણ રાધા;
છોડી ગયા , વૃંદાવન માંહી,
ઝૂલે વિરહમાં કૃષ્ણને રાધા;
યુગલ સ્વરૂપ ,ઐક્ય આત્મા,
દ્વી દેહે , વિરાજે એક રાધા;
આહલાદિની શક્તિ કૃષ્ણની,
અનંતઆનંદ,સ્વરૂપ છે રાધા;