શબ્દમાં સહજ , રીતે પ્રાણ તો છે,
શક્તિ સાથે ઊગે જ,ભાણ તો છે;
જિંદગી છે અનંત માં,જ વિચરણ,
સૃષ્ટિમાં એનુ સર્જન ,પ્રમાણ તો છે;
મનની મર્યાદાઓ, સંકલ્પ વિકલ્પની
ઈચ્છા તૃષ્ણાનું , અા રમખાણ તો છે;
લક્ષ્ય વેધન છે, હર એકને ખૂદમાં જ,
અહં કારે અંધાધૂંધ, ઘમસાણ તો છે;
આનંદ અટવાઈ જશે,દેહાભિમાન માં,
જાણે અજાણે કદાચ,એ જાણ તો છે;