કાંટા કે ઝખમો ક્યાં,ફિકર કરી છે.
દિલથી દુઆ,મરહમી અમે કરી છે;
અંદાજ છે , હુશ્નમાં ફકીરી જેવો,
જુલ્મો સહી ,જિંદગી પુરી કરી છે;
ઓકાત શું આપે , જમાનો એને,
નશ્વરની મુલાકાતો, ને ક્યાં કરી છે;
રુહનો તો છે, પૈગામ દિલમાં સાચો
હક થી હકીકી , માણી એ ખરી છે;
શ્વાસોમાં જ્યાં છે ,ખૂશ્બુ,સોહં મીઠી,
આનંદ થાય , ઉજાણી એવી કરી છે;