મસ્ત મૌલા પોતે મસ્તી, માં ઝુમો,
છે અદા દિલદારી ,યારી માં ઝૂમો;
વજહ શું છે, જિંદગી ની સમજો,
વજૂદ મિટાવી ,બેખૂદ મસ્ત ઘૂમો;
સુકોમળ છે ભાવભીનું નિમંત્રણ એ,
ઝાકળ જેવી લાગણી ફૂલો ને ચૂમો;
દસ્તક દેવાની , તસ્દી લેવી શામાટે?
ડેરો નાખીને દિલ પર,તમે તો ઝૂમો;
ગમો અણગમો છોડી ને , ચેન પૂર્વક,
આનંદમાં જિંદગી,ખૂશખુશાલ ઘૂમો;