Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શૂન્ય મનસ્ક છું, સ્થગિત દિશામાં છું,
શબ્દહિન વાતાવરણમાં,  મૌનમય છું;

ભાવ અભાવની અભિવ્યક્તિ થી દૂર,
એકાન્તમાં  અતિ ગહન, ગંભીરતા છું;

તરંગો વિહિન સરોવર, દર્પણ હયાતિ,
સ્ફટિક મય અસ્તિત્વ માં ,આરપાર છું;

વિરમી ગયા વિચાર ,સઘળા દ્વેત ના એ,
ચિત્ત ચૈતન્યમય ,વિલાસમાં જ તદ્રૂપ છું;

સમેટાઈ ગઈ બધી ,  દિશા  ઓ મુજમાં,
અદ્વૈત અનુભૂતિ ,એક અનંત આનંદ છું;

========================
========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267581
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now