સૈયર સરત ન રહી
સમય સરી ગ્યો હાથથી
ઝંખનાના ઝાડને ફૂલડા ઉગશે
વીણીવીણીને છાબ ભરીશ હું
એનું અત્તર બનાવીશ
ઇ અત્તરથી અંઘોળ કરીશ હું
મઘમઘી ઊઠીશ
વાતાવરણને. ફોરમતું કરીશ હું
પણ મનની મનમાં રહી ગઇ
ઝંખના વાંઝણી રહી ગઇ
સૈયર સરત ન રહી
સમય સરી ગ્યો હાથથી
હાથતાળી દઇ ચાલ્યા ગ્યા શમણા
હું તો સેવતી. રહી મનોરમ ભ્રમણા
ખુદની ઓળખ પણ મૂળગી ભૂલી ગઇ
સૈયર સરત ન રહી.