મને દર્દ બનીને, હવે વહી જવા દો,
ઝખ્મોના સરનામે,મખમલી થવા દો;
અચાનક આમ થતું નથી, કશું અહીં,
એ કારણને કાર્ય, ચૂલ બુલી થવા દો;
વહી જઇશું ખારા, અશ્રુઓ બનીને,
મીઠુ મિલન મોજ મજા ખુલી થવા દો;
ઝરમર વરસે છે શું? ધુંઆધાર આવને,
સાવનની પ્યાસી ઘટા, ઝુલી જવા દો;
આનંદ એકરસ અંતર તમ, ચૈતન્ય માં,
તદરૂપ મન બુધ્ધિને , મહામુલી થવા દો;