લાવ ને જરાક હું, ઝીણું ઝીણું દર્દ લખું,
તું ને હું ના ભેદભરમ નું. ,ઝીણું દર્દ લખું;
ઊર્મિ ઓ ઉછળે , તરંગો સાગર દિલમાં,
શૃગ ની ઊંચાઈ પટકાતુ, ઝીણું દર્દ લખું,
જોખમી છે ઘાવ ઝીલવા, બેવફા દિલના,
મરહમી મતલબ માં કશું. ,ઝીણું દર્દ લખું,
કહેવાય છે મારા પણું, ને ખાલી છે હ્દય,
કણસતા વિરહી વાદળનું, ઝીણું દર્દ લખું,
વરસી જવાનું આનંદ, તપીશ માંજ અહીં
મૌજ ફરિસ્તા ના દિલનું, ઝીણું દર્દ લખું,