ઉપવસ્ત્રનો ત્યાગ,
૧૫૦ જન્મજયંતિ નિમિત્તે...?
તેમનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર, 1869 ના દિવસે થયો હતો, જ્યારે તેમની માતાનું નામ પુતળીબાઇ અને તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતુ. ગાંધીજી એક વૈષ્ણવ કુટુંબમાં જન્મ લીધો હતો અને વકીલાતના અભ્યાસ માટે તેઓ ઇંગ્લેંડ ગયા હતા. તેઓ 1915 માં ભારત પાછાં આવ્યા હતા. ત્યાર બાદ એમણે 1915માં 25 મેના દિવસે અમદાવાદમાં આવેલાં કોચરબમાં 'સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના કરી હતી.
ગોખલે ના કહેવાથી તેમણે પહેલા ભારત ભ્રમણ કર્યુ. ક્યાંક પગે ચાલતા ને ક્યાંક તે સમયની ટ્રેન માં,એકવાર તેઓ જયારે નદીપરના પુલ પરથી જતી રેલ્વે ટ્રેક પરની ખરાબી ને કારણે અટકેલી ટ્રેનમાંથી નદીકિનારે પાણીમાં હાથ મોં ધોઈ રહ્યા હતા ને તે સમયે
જ નદીમાં એક સ્ત્રી ને જોઈ જેના શરીર પર ફાટલી સાડી હતી,કબજો તો હતો જ નહિ,કહી શકાય કે એક મા,બહેન સમાન સ્ત્રી જે અર્ધનગ્ન અવસ્થા મા ફિક્કા ચહેરાને ધોઈ રહી હતી તે *ભારત* ની મા ભારતીના પ્રતીક સમાન તેમને દ્રષ્ટિમાન થઈ.તેમણે પોતાના શરીર પરનું વસ્ત્ર નદીમાં વહાવી તે સ્ત્રી તરફ વહેવડાવી દીધું ,વસ્ત્ર વહેતા વહેતા તે સ્ત્રી સમીપ પહોંચ્યું ને જે ઝડપથી એણે તે ઉપાડી લીધું ને પોતાનું અંગ ઢાંક્યું એ થોડી ક્ષણો મા જ આ મહાત્મા નો આત્મા નિર્ણય કરી ઉઠ્યો “અંગ પર ઉપવસ્ત્ર ક્યારેય અંગિકાર નહિ જ કરૂ ને..ન ટાઢ ન તડકો જોયો એ આત્માએ...અંતિમ ક્ષણ સુધી ચરખો કાંત્યો ,વસ્ત્ર વણ્યા પણ ઉપવસ્ત્ર તો ત્યાગ્યું જ,અંતે ગોળી વાગી તો પણ ન હતું વસ્ત્ર...એ આત્મા કેટ કેટલું કહી ગયા .
પાઠશાળાના અભ્યાસક્રમમાં *સત્યનાપ્રયોગો*ના પહેલા પચ્ચીસ પ્રકરણ ભણાવતી હતી ત્યારે અચુક વિદ્યાર્થીઓ ને સાચી સત્યતા ને નિષ્ઠા માટે આ દાખલો આપતી.ત્યારે વિદ્યાર્થી ને સાચા ગાંધીનો પરિચય થતો.સત્યાગ્રહ કે અંહિસા આંદોલન કરતા પણ હૃદય ને સ્પર્શી ગયેલો આ પ્રસંગ લખવાનું કારણ આજે એટલું જ છે કે આજે બજારો કપડાં થી ઉભરાય છે પણ એટલાંજ નિવસ્ત્ર બાળકો,પુરૂષો કે સ્ત્રીઓ પણ ઠેરઠેર દ્રષ્ટિમાન છે.શું ભારતનો એક એક માનવ જીવ તેમના કબાટો માંથી એક એક વસ્ત્ર આજે દાન ન કરી સકે???કેટલાય નિવસ્ત્ર ને વસ્ત્ર મળી જશે.
સમજાય ને વંચાય તો જરૂર મારી આ ભાવના સમજી વસ્ત્ર નું નાનું દાન તમારા જ અઢળક વસ્ત્રો માથી ગાંધીજીના ૧૫૦મા જન્મ દિવસે કરી આવશો.જરૂર તેમના *ઉપવસ્ત્રના ત્યાગ*ને આત્મ સંતોષ પ્રાપ્ત થશે.?
જયશ્રી પટેલ
૨/૧૦/૧૯