બાપુ આપની ૧૫૦મી
જયંતી અમે મનાવી
રહ્યા છીએ,
પહેલા આપના નામે
ફક્ત "ખાદીધારી"
જ ચરતા હતા!
હવે તો ધોતિધારી,
જિન્સ ધારી, ખાખી ધારી,
ચડી ધારી, પેન ધારી,
છાપાં ધારી, ચેનલ ધારી
બધા જ પોતાની સતા
મુજબ ,
ખુલ્લેઆમ
લોકશાહી રૂપી દેશ ના
ખેતરમાં ચરી રહ્યા છે!
હરાયા ઢોર ની
માફક!