વાર્તા ન ૧૦,
નમસ્તે બાળકો,
આવી ગયો મંગળવાર,કેમ છો શાળા સરૂ થઈ ગઈને?આવે છે મજા..ભણતર એ તો આપણું ભવિષ્ય છે..ભણજો ને ભણાવજો..
વાર્તા નં ૧૦.
બરકેશ પણ શાળાઓ ખુલી જવાથી થોડો કામમાં રહેવા લાગ્યો,શાળાનું ગૃહ કાર્ય કરવા
માં હવે રમવાનું મળતું નહિ તેથી બકાજમાદાર
ને એક યુક્તિ સુજી એમણે બરકેશ ને એમની પાસે બોલાવ્યો ને એક ભાષાકોશ ની નાની ચોપડી આપીને કહ્યુ કે”આમાથી એવા શબ્દો શોધ જે રોજના વપરાશ કરતા કંઈક જુદાજ
હોય અને બરકેશ નો એક કલાક આમા જ નિકળી ગયો..આમ રોજ હવે બરકેશ ને નીત
નવું નવું શોધવા ની મજા આવી..નદીઓના નામ,શહેરોના નામ વગેરે. બકાજમાદારે કહ્યુ
કે આમ જ એમણે એક સરસ નવો શબ્દ કોશ
ઉભો કર્યો હતો.ને નવું જાણતા શિખ્યા હતા.બરકેશને પણ સરસ રમત મળી હતી.
હવે તે આવીજ રીતે અંગ્રેજી શબ્દ કોશ લઈને
પણ બેસતો થયો નીત નવા શબ્દોને ઓળખતો થયો ને એનો ઉપયોગ કરતા શિખ્યો.એ પરથી અનેક શબ્દો છે પણ એમાંથી એણે હવે શરૂ કર્યા ઓફિસ માં અધિકારીઓના શબ્દો ને એણે જે લિસ્ટ બનાવ્યું તો આશ્ચર્ય થયું કે એ નહોતો જાણતો એવા અનેક શબ્દો ની હારમાળ મેળવી...
આમ ને આમ એને હવે ભાષાકોશ રમવાની મજા આવવા લાગી. વરસાદમાં ટીવી કે મોબાઈલ રમતો કરતા આ રમત એને પ્રિય જ
થઈ ગઈ .હિન્દી , ગુજરાતી ને અંગ્રેજી ભાષાકોશ માંથી એણે એવા કેટલાય શબ્દો શોધ્યા કે એને માટે તો શું એના શિક્ષકોને પણ
આશ્ચર્ય થયું .એના મિત્રો મદનિયો,લવારૂ,ને
ખોલકાં ,ભૂંડકાને તો બરકેશ હવે ગુરૂ જેવોજ
લાગવા લાગ્યો ને બધા હવે તેમાંથી નવી રમત
શોધી. એક નદીના નામ બોલે બીજો સમુદ્રના
ત્રીજો પહાડોના તો ચોથો શહેરના , ભારતનું
ભૌગોલિક જ્ઞાન શબ્દ કોશથી શરૂ થયુ એમ
ઐતિહાસિક,વૈજ્ઞાનિક ને ભાષા ના જ્ઞાનની શરૂઆત થઈ.બરકેશ ના મિત્રો એ તો બકા જમાદારનો ખૂબ આભાર માન્યો.નવું નવું શિખવા ને શબ્દોને ઓળખવાની આ રીત તમને પણ ગમશે બાળકો કરી જોજો પ્રયોગ
ને ગમે તો જરૂર એક નવો શબ્દ કોશ ઉભો કરજો.
ભાષા કે મા સરસ્વતી છે તો આપણે છીએ.
માટે રોજ મા સરસ્વતીને વંદન કરજો બાળકો.ચાલો ફરી આવતા મંગળવારે મળીશું.
તમારી મિત્ર શ્રી ની વાત ધ્યાનમાં લઈ બનાવજો નવી
ચોપડી !
જયશ્રી.પટેલ
૧૯/૬/૧૮