હું કયા વધારે માંગુ છુ?
બસ મારા હાથમાં તારો હાથ ને બે ઘડી ને સાથ...
હુ કયાં....?
લાંબા સફર માં ચાલવા
તારા થોડા કદમ...
હું કયા...?
વરસાદ ની જયાં આવે ભીજાવું તારો સંગાથ...
હું કયા...?
સુરજ ઉગે ત્યા તારી ઉષ્મા
ભરી બાહો...
હુ કયાં...?
રોજ તને જોવા સવાર ની પહેલી ઝલક...
હુ કયાં...?
ચંદ્ર પણ જો આપણો સાક્ષી બને આ પ્રેમનો...
હુ કયાં...?
વરસો જુની યાદો હોય છતાં ય નવી...
હું કયા...?
તારા સ્પર્શ માં મારા શ્વાસોશ્વાસ નું ભળવું...
હું કયા...?
માત્ર તને માગી હુ કયાં
વધારે માગયુ શું..?
હુ કયાં વધારે માંગુ છું?