ખેતરો વઢાયા અને ત્યાં નગર થઈ ગયા!
માણસ માટીનાં અને ઘર અધ્ધર થઈ ગયા...
ઘરના આંગણા હવે સૂનાં સૂનાં લાગે,
પાપા પગલી કરનારા પગભર થઈ ગયા...
બેઠો તો મિત્રો સાથે હિસાબ માંડીને,
વત્તા ને ઓછા સરખા સરભર થઈ ગયા...
પથ્થરો તો મામુલી જ વપરાયા હશે તાજ માં,
પ્રતીક હતા પ્રેમના એટલે સંગે-મરમર થઈ ગયા...
તારા પર લખેલી ગઝલ મહેફિલમાં સંભળાવી શુ,
લોકો માં આપણા પ્રેમ નાં અંદેશા નક્કર થઈ ગયા...
દિવડા તો પ્રકાશ ફેલાવી બળી ગયા 'ને
માટીના કોડિયા ઘી-તેલ થી સધ્ધર થઈ ગયા...