દિલ બળે એટલે મેં લખી છે ગઝલ,
આંસુની સાથ કાયમ વહી છે ગઝલ...
એ મને કામ આવી બધે છે સદા,
ગમ છુપા'વા ખુશીની કહી છે ગઝલ...
સાથ મળ્યો કદી ને જરાં, એમનો,
પણ સતત સાથ મારા રહી છે ગઝલ...
સાથ આપે મને કામમાં એ સદા,
જો હસી છે ગઝલ ને રડી છે ગઝલ...
મેં ખુશી, પ્રેમ, ગમને કલમમાં ભરી,
લાગણીથી છલોછલ લખી છે ગઝલ...
❤પ્રિત