ગૂંચવાયેલી લાગણીઓને ઉકેલવા મથું છું;
શબ્દો ગોઠવતા ગોઠવતા થોડી જીંદગી પણ ગોઠવું છું...
ના કહી શકું જે કોઈને, તે મારી કલમને કહું છું;
અને પછી લખાતા એના લખાણોમાં ક્યાંક હું પણ રહું છું...
કંઠે બાજેલો લાગણીઓનો ડુમો, ઓગાળવા ચહું છું;
અને રોજ હૂંફની શોધમાં, શબ્દોનું તાપણું કરું છું...
❤પ્રિત