ફૂલોથી ભર્યો ક્યારો આમજ કરમાઈ ગયો
શ્વાસ મારો આજે અચાનક રૂંધાઇ ગયો
હારબંધ પુષ્પો સચવાયેલાં હતા એમાં;
કોના સ્પર્શથી કોમળ દેહ વીંધાઈ ગયો
પંખીઓનો કલરવ જ્યાં રોજ થયાં કરતો;
ત્યાં આજ એકધારો સુનકાર છવાઈ ગયો
હંમેશા જ્યાં સુવાસના ફુવારા ઉડતા;
એ પરિમલ ત્યાંજ ક્યાંક ગૂંગળાઈ ગયો
કોને કહું કે ફરીથી એને ઉપવન બનાવો;
પાણી જતો વેહળોજ હવે સુકાઈ ગયો
નથી બોલતા એ કુસુમ મારી સાથે જાણે કેમ;
મારાથીયે આ બાગ મારો કેમ રિસાઈ ગયો !
આરઝૂ.