મારાથી દૂર જઈને તને એકાંત મળે તો દોડતો જા,પણ....
એ પહેલાં તું મારાથી દૂર થઈ શકે કે નહીં એ કહેતો જા..!!
મારાથી દૂર જઈને તને સુખ મળતું હોય તો જતો રે પણ,
એ પહેલાં મને ન મળ્યાનુ દુઃખ છે કે નહીં કહેતો તો જા..!!
કોઈ જ બંધન નથી તને મારા પ્રેમમાં સાંભળ ધ્યાનથી,
પણ,એ પહેલાં તું મને તારામાંથી મુક્ત તો કરતો જા..!!
મારા ગયા પછી તું તો વ્યસ્ત થઈ જશે મહેફિલમાં પણ,
મારા હૃદયમાં થશે જે ખાલીપો તું એ તો ભરતો જા.!!
છે ઈચ્છા દિલની તને મળે જીવનમાં ખુશીઓ અપાર પણ,
ક્યારેક મળે વખત તો મારા દર્દને પણ દિલાસો આપતો જા.
-કુંજદીપ