*દશ મહિના*
*પ્રેમપત્ર*
તારા સાથે ના દશ મહિના...
જાણે આ દશ મહિના દશ મિનિટ માં વીતી ગયા...
દશ મહિના દશ પ્રકાર ના રોમાન્સ ના...
દશ મહિના ક્યારેક જગડા તો ક્યારેક પ્રેમ ના...
તારા વગર ના ક્યારેક રડવા ના
તો ક્યારેક તારા સાથે ના પ્રેમ ની યાદ ના...
ક્યારેક તારા થી નારાજગી ના
તો ક્યારેક અઢળક પ્રેમ ના...
દશ મહિના જાણે અલગ અલગ દશ પ્રકાર ના દાખલા ઓ ના...
ને જેના ઉકેલ બંને ના સાથ ના...
દશ મહિના જાણે દશ અલગ પ્રકાર ના કેમિકલ ના
ક્યારેક સાથે મળી ને ધડાકા તો ક્યારેક અલગ અલગ પ્રકાર ના નવા કેમિકલ અને તેના અલગ પ્રકાર ના કલર...
આ દશ મહિના ને કઈ રીતે વર્ણન કરું...
આ દશ મહિના જાણે મારાં માટે અલગ અલગ દશ વિષય...
જેને શીખવા તો મારે તારા સિવાય કોઈ બીજા નો સાથ ના જોઈએ... (હાહાહા)
તારા સાથે ના સંબંધ ક્યારેક તો સામાજિકવિજ્ઞાન(જે સાવ આવડતો નથી) કરતા પણ અઘરો લાગે છે...
પણ જયારે તું એમાં ઉકેલ કરવા સાથે હોય ત્યારે ગણિત(જે બહુ જ આવડે) કરતા પણ સહેલો બની જાય છે...
તું હોય છે ત્યારે જાણે ટ્વિંન્કલિંગ સ્ટાર અને જયારે તું નથી હોતો ત્યારે ઉજ્જડ વેરાન ગ્રહ...
તું હોય છે ત્યારે જાણે દિલ બાગ બાગ અને જયારે તું ના હોય ત્યારે ખરેલા પાન નો બગીચો...
તું હોય છે ત્યારે એક મોટો સાથ અને ના હોય ત્યારે જીંદગી નું એકલાપણુ...
તું હોય છે ત્યારે દિલ ની વિરાસત જાણે હાથ માં અને ના હોય ત્યારે બધું જ જતું રહ્યું હોય એવી હાલત...
તું હોય ત્યારે જાણે દિલ ની ધડકન ફાસ્ટ અને ના હોય ત્યારે દિલ ધડકતા ભૂલી જાય...
એવું તો ઘણું બધું જ માત્ર દિલ માં...
અને ક્યારેક તો હોઠ એ...