A Happy daughter's day...
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
એકવાર દીકરી ને સાસરે વળાવી દીધાં પછી થોડો સમય માટે પણ જ્યારે એ પિયરમાં રોકાવા માટે આવે છે ત્યારે.....
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
પિયર માં પ્રવેશતા ની સાથે જ વોશ બેસન પર લટકાવેલા નેપકીન ની જગ્યા એ પોતાનો નાનો હાથરૂમાલ વાપરે છે ત્યારે....
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
રસોઈ ઘરમાં અપરિચિત ની જેમ પૂછયા વગર સર સામગ્રી ને અડવામાં એ હવે થોડો ખચકાટ અનુભવે છે ત્યારે...
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
પિયર ના ડાઇનિંગ ટેબલ પર પીરસાયેલા ઓછું ભાવતા શાક કે કઠોળ ને પણ એ એટલાજ ભાવથી જમતા ,"સરસ બન્યું છે" એમ કહી ને વખાણે છે..ત્યારે
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
પોતાના રૂમ બાબત ભાઈ સાથે કાયમ મીઠો ઝગડો કરતી દીકરી જ્યારે રાત્રે સુવા માટે પોતાની પથારી ક્યાં રૂમ માં કરું ?? એવો સમજણ ભર્યો સવાલ કરે છે,ત્યારે....
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
સાસરે પરત જતી વખતે "ફરી ક્યારે આવીશ " એવા પૂછાયેલા સવાલ નો જવાબ પણ એ, સાસુ અને પતિ ની અનુકૂળતા પૂછવી પડે એવું કહીને ટાળે છે ત્યારે....
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
મિલકત ના પોતાનો ભાગ હોવા છતાં પણ સાસરે પાછા ફરતી વખતે હાથ માં અપાયેલા બક્ષિશ ને પણ એ "આટલું બધું ના હોય".. એમ કહી ને પરત કરવાનો વિવેક કરે છે ...ત્યારે
દીકરી પારકી થઈ ગઈ હોય એવું લાગે છે..
અને એટલા માટે જ, જેમને દીકરી ,બહેન હોય એ જ્યારે પિયર આવે ત્યારે એટલાજ પ્રેમ થી એને સાચવજો.....
કારણકે મોટે ભાગે એક વાર વળાવી દીધા પછી દીકરી કે બેન પોતાની એ ઓળખ કે રૂપ માં કયારેય પાછી ફરતી નથી....
નરેશ ગજ્જર..