Gujarati Quote in Poem by Noopur Chhaya Oza

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મમ્મી,
નાનપણમાં શીખેલી એ પા પા પગલી કરતા મને એ ઓળખાણો વધારે યાદ આવે છે,
બધાની ઓળખાણ એક પછી એક,
તે કરાવી પણ પોતાની ઓળખાણ તો છેલ્લે રાખી,
કયો સંબંધ ક્યાં અને કેવી રીતે હોય છે તેની તે શીખ તો આપી,
પણ તારો સંબંધ કેવો અને કેવી રીતે મારી સાથે છે, તેની ઓળખાણ તે સમયને સોંપી દીધી.
મમ્મી,
તારી ઓળખાણ તો બહુ જબરી નીકળી સમયે તો બહુ મોટી બતાવી,
બહુ મોટી નીકળેલી ઓળખાણ એ મને ત્યારે મળી જ્યારે તું દૂર હતી,
મમ્મી,
બધા લોકો સાથેના સંબંધો ની દોરી તારા થી શરૂ થતી હતી,
સંબંધોને સાચવવા માટે જે દોરી હતી,
એ દોરી તો તું જ હતી,
આ દોરી તો એટલી બધી મજબૂત નીકળી કે બધા સબંધો તો દેખાયા પણ,
એ દોરીની સાચી કદર જ્યારે તું નથી ને ત્યારે થાય છે...
મમ્મી.

Gujarati Poem by Noopur Chhaya Oza : 111258816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now