એક યુવતી.....
એકજ શાળા માં ભણતા હતા, ને પ્રેમ થઈ ગયો.
એના વગર જીવવાનું નું કઠીન બની ગયું,
દૂર હતા નજીક એવા આવી ગયા કે
એની સાથે ફરવાની ઈચ્છા થઈ આવી,
સપનાઓ ને હકીકતની પાંખો લાગતા જોઈ
હૃદય મારુ નાચી ને ગુલઝાર થઈ ગયું,
બેસી ને એની ગાડી ઉપર
હવાઓ સાથે વાતો કરવા લાગી
આંખો એ જોયેલું સ્વપ્ન સાકાર થઈ ગયું,
એની ગાડી ની સ્પીડ ને જ્યારે મેં ઓછી થતી જોઈ
એકાંત માં જ્યારે એને મારી તરફ આગળ વધતો જોયો,
થોડી ગભરાઈ પણ પ્રેમ માં વિશ્વાસ નજર આવ્યો
પણ આ શું ? મેં એને મારી તરફ આવતો જોયો,
મારા શરીર નો સ્પર્શ કરી એ બોલ્યો
તું જ મારું જન્નત તું જ મારો પ્રેમ,
તું મને કેટલો પ્રેમ કરે છે ? એ તો બતાવ
તારા યૌવન નો થોડો રસપાન તો કરાવ,
એની આ ચેષ્ટા થી હું ઘડાઈ ગઈ
તૂટી ગયા સપના અને હું વિખરાઈ ગઈ,
કોઈ હતું નહીં સાંભળવા વાળું હું શું કરતી ?
એની દરેક ચેષ્ટાઓ ને રડતા રડતા સહન કરી,
એ સમયે શુ કરતી હું ? સમજ માં ન આવ્યું
જ્યારે એને મોબાઈલ થી મારો વિડિઓ બનાવ્યો,
પ્રેમ ના નામ ઉપર હવસ હતી એને સંતોષી
રડતી રહી હું, એને કોઈ અફસોસ પણ ન હતો,
જીવતા જીવ મરવું શુ છે ? એ ત્યારે સમજાયું
જ્યારે યુટ્યુબ ઉપર મેં પોતાને નગ્ન જોઈ,
કર્યો હતો મેં પ્રેમ અને શું મેં મેળવ્યું ?
આ બધું જોઈ મેં મોત ને વહાલું કર્યું,
જે ભૂલ મેં કરી, એ તમે ના કરશો..
ભણવા મોકલ્યા માં બાપે તો ભણવામાં મન લગાવજો
પ્રેમ ના નામે પોતાની જાત ને ન લૂંટાવતા,
પ્રેમ ની પાછળ હવસ છુપાયેલી છે એ દરેક ને સમજાવજો
વાત કડવી જરૂર છે, પણ દરેક યુવતીઓ માટે આ સત્ય છે.
[( હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો ગુન્હો છે, પરંતુ પ્રેમ એવો ન કરો જે તમારા શરીર માત્ર સુધી સીમિત હોય, આજે પ્રેમ થાય છે ઇજાહર ના 15 દિવસ માં પ્રેમ બિસ્તર સુધી પહોંચી જાય છે, ચાલો માની લઈએ એ પ્રેમ જ છે તો એ કેવો પ્રેમ કે જે નગ્ન અવસ્થાની પણ સેલ્ફી લે..!!! શુ આ સેલ્ફી તમને બ્લેક મેઈલ કરવા પૂરતી નથી ? જ્યારે પ્રેમ ના ચશ્માં ઉતારી દુનિયા જોશો ત્યારે શું થશે ? આ જ સેલ્ફી ફેસબુક, વોટ્સએપ ઉપર વાઇરલ કરાશે, ત્યારે તમારા પરિવાર ની શુ હાલત થશે, જરા વિચારો તમારી પાંચ મિનિટ ની મજા ની સજા તમારો પરિવાર જિંદગીભર ભોગવશે, એવું કામ ન કરો કે તમારા પરિવારે સમાજ માં નજર નીચી રાખી જીવવું પડે.)
પુષ્પેન્દ્રસિંહ_રાઠોડ ] 9427057145,