?હવે વ્યસ્ત રહું, પણ
દિલને તારી યાદ છે
ઉદાસીની બારીઓ બંધ રાખી છે
છતાં ક્યાંક રજ આવી જાય છે
તારાથી વિખરાઈને પણ
હું હજુ મારામાં ફરી નથી
ભાસ થયો એક દિવસ
જાણે બારણું તે ટકોર્યું..
જોયું ત્યાં હતો પવન
એ પણ રજ વગરનો
આજે પણ ભણકાર વાગે છે..
એક નાનું ઝાપટું પણ વાયરાનું વાય છે..!!?