?મન તુ કેમ આવું છે?
મન તું કેમ આવું છે,
ધણીવાર મને ગમે અે બધુંય મારું છે,
ને ધણીવાર જે મારું છે અે પણ પરાયું છે.
જે નથી અેની યાદમાં રાતો વીતી જાય છે,
અને જે છે અેની મોજુદગી ખોવાઈ જાય છે.
આંખોની પણ ફરીયાદ છે મનને,
સુખ હોય કે દુખ બંનેમાં મારુ વહેવું ફરજીયાત છે.
દિલ બીચારું શું કરે,
મનની બધી માયા જાળ છે.
અચાનક ધડકતું બંધ થઈ જાય છે,
મનથી બચવાની અેજ અેક આખરી છટકબારી છે.
શું ખબર આમાં કુદરતની કોઇ કરામત છે,
કે પછી મન અને દિલ વચ્ચેની કોઇ લડાઈ છે.
ખબર નથી પડતી આ પાગલ મન ને,
વેદના સાંભળું મનની કે દિલની,
આખરે અેકજ નાવ માં સવાર થયેલ બંને મુસાફિર છે.
મનીષ સોલંકી..(.mann...)