Gujarati Quote in Motivational by Bharat Ahir

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વ્હાલનું_ઝરણું
......હા....એક વહાલનું ઝરણું જ ગણી શકાય તેવા આ વ્યક્તિ કે તેનુ વ્યક્તિત્વ જાણવું હોય તો કોઈ ગરીબ દર્દીને જ પૂછવું પડે તેવુ અણમોલ વ્યક્તિત્વ ધરાવનાર #ડોક્ટર_પ્રવીણભાઈ બલદાણીયા કે જેમનો જન્મ તળાજા ના શોભાવડ ગામે થયો છતાં અનહદ #માનવ_રૂપી સેવા કળસાર જેવા એક નાનકડા ગામમાં બજાવી રહ્યા છે... આવા ઈશ્વર રૂપી દેવ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.??

#અતિશયોક્તિ લગાડવાની વાત નથી આ પરંતુ હા પ્રવીણભાઈ બલદાણીયા એક એવા વ્યક્તિ છે જેનું સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ માં મહિનાનો પગાર 60000 જાહેર થયો છતાં 45 થી 50 હજાર લઈને કુદરતના ફરિશ્તા બનીને સેવા પુરી પાડી રહ્યા છે અને ધારે તો કરોડો રૂપિયા કમાઈ શકે છે આ માણસ પણ સાહેબ નહીં એનો આ પગાર જ કાંઈ ન કહેવાય....
આજ ડોક્ટર પ્રવીણ ભાઈ સાહેબના પરિવારજનોને લાગણી હતી કે કળસારમાં બે વર્ષ કામ કરીને સુરત પ્રાઇવેટ હોસ્પિટલ ખોલશે અને લાખો રૂપિયા કમાશે એ માટે બહુ દબાણ પણ આપ્યું પરંતુ પ્રવીણભાઈ ને સમજાઈ ગયું કે કુટુંબીજનોને મોહ છે.. અને સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ ના દરેક સ્ટાફને પોતાનો પરિવાર સમજી બેઠા અને કહ્યું કે અહીંના પરિવારમાંથી કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો રહેશે તો હું સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ છોડી દઈશ અને અંગત પરિવાર માટે જરૂરી પૈસા કમાઈશ અને પ્રવીણભાઈ હોસ્પિટલ છોડે માટે પરિવારજનોએ ઘણા ત્રાગા પણ કર્યા... પણ નહિ સાહેબ એના #વ્યક્તિત્વ વિશે જણાવતા અતિ આનંદ થાય છે હાલની તારીખમાં રાત્રે ગમે ત્યારે મોડા ઓપરેશન પુરા થયા હોય છતાં સ્ફૂર્તિ સાથે સવારે વહેલા આવી ઓ.પી.ડી મા દર્દીની તપાસ કરવા લાગે છે ધન્ય છે આવા વ્યક્તિને જેને તળાજા ના શોભાવડ જેવા ગામ માં જન્મ લીધો.

#આજે સાહેબને #જન્મદિવસની_ખૂબ_ખૂબ_શુભેચ્છા અને જે હોંશ થી એ સેવા પૂરી પાડી રહ્યા છે એવીને એવી તાકાત કુદરત એમને આપતો રહે

#સત્કર્મ_ની_જય_જય_હો ??

Gujarati Motivational by Bharat Ahir : 111253338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now