એ ચાંદ
તું મને બોલાય ને,
મળવા આવ્યો છું
ખુબ દૂર થી હું
તું મને આમ ના
તડપાય ને
નથી ઈચ્છા લગીરેય
તને પૂરણ પામવાની
પણ તુજ જમીન પર
મારા પગલાં પડાય ને,
છે જો ઘમંડ તને
તારી ખૂબસૂરતી નું
તો આશિક પણ અમે
તારા કમ નથી
પ્રેમ પગલાં અંકિત કરીશ
તુજ જમીન પર હું
આમ હાર માનીએ
એવા નરમદિલ
આશિક અમે નથી