આંખમાં થોડા આંશુ રાખીને સુઈ ગયો
એક તસ્વીર ઓશિકે રાખીને સુઈ ગયો
મંઝીલની શોધમાં ચાલ્યો બહુ આમતેમ
થાકોડો એનો પગમાં રાખી ને સુઈ ગયો
હારી ગયો લડી લડીને અંગત લોકો સામે
આથી તલવારને પડખામાં રાખીને સુઈ ગયો
ક્યાં સુધી બોલે રાખું આમ ને આમ એકલા
આથી જીભ ને મુખમાં દબાવીને સુઈ ગયો
જીતેન ગઢવી......