પહેલી વાર એને જોઈને હૃદયનો ધબકારો ચૂકી જવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
સામે બેઠાં બેઠાં છાની નજરે એને જોયા કરવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
વાત કરવી છે પણ ફોન નંબર આપતા બીક લાગે છે,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
વ્હોટ્સ એપ પર એનાં ઓનલાઇન થવાની રાહ જોયા કરવી,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
ચેટીંગમાં વાતો જ ન ખૂટે એટલે ફાલતુ ટોપિક કાઢવા,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એના ઑફલાઈન હોવાથી મારું આખી ચેટ વાંચી જવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
રોજ રૂબરૂ મુલાકાતની રાહ જોયા કરવી,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એની પાતળી આંગળીઓનું મારા વાળમાં ગોળ ફરવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એનાં સપનાનાં રાજકુમાર જેવું ખુદને બદલી નાખવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
મારા ઉપવાસમાં એનું ઘરેથી ફરાળ લઈ આવવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
હું ભૂખ્યો હોવ તો એનુંય ઉપવાસ કરવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એની સામું પણ કોઈ જુએ તો ગુસ્સાથી મારું કતરાવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એ કોઈ સાથે હસીને વાત કરે તો મારું ઈર્ષ્યાથી સળગી મરવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એને રાજી જોઈને મારુંય ખુશ ખુશાલ થઈ જવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એની સવારની એ સ્માઈલથી જ મારો દિવસ સુધરી જવો,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એનાં ઉદાસ ચહેરાથી મારુંયે ખિન્ન થઈ જવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
એનાં એક આંસુનું મારી છાતી વીંધી નીકળી જવું,
એ પ્રેમ નથી તો બીજું શું છે..?
- અર્જુન સથવારા 'અજ્જુ'