શાંત જીવન માં મહેક પ્રસરી ગઇ
અંધારી આ ગલી માં રોશની થઈ ગઈ
ફુલો કેરુ સ્મિત વેરાઈ ગયું
ઝાંકળ કેરા ભેજ થી હળવી ભીનાશ છવાઈ ગઈ
શણગાર લાગ્યો હવે પ્રીત કેરો પ્યારો
ખુદ થી ખુદની થોડી ઈર્ષ્યા થઈ
આજ ધરતી ને જેમ એ સાંજ મળી
જ્યાં ક્ષિતિજ કેરી જેવી મુલાકાત ફળી
આજ પ્રણયની થઈ પહેલી રજની
ને જાણે ભીતર માં એક અવની પ્રગટી
મળ્યા જાણે આજ ધરતી ગગન ને
સૃષ્ટિ ની એક નવી શરૂઆત થઈ
બિંદીયા