જેને જડમૂળથી ઉખાડી નાખ્યા હતા
એ યાદોના ઝાડ આજ ફરી ઉગ્યા છે
જે વારસો પહેલા મૂંગા થઈ ગયા હતા
એ મારગના વણાંક આજ ફરી બોલ્યા છે
જેની ખુશ્બૂને ઓળખવાનું ભૂલી ગયા હતા
એ બાગનાં ફૂલો આજ ફરી ખીલ્યાં છે
જેની મદહોશ ભાષા ભુલાઈ ગઈ હતી
એ આંખોએ આજ ફરી ઈશારા કર્યા છે
જેની વગર જીવવાનું શીખી ગયા હતા 'જીત'
એ શ્વાસ અમારા આજ ફરી સામા મળ્યા છે
જીતેન ગઢવી