? *ચિત્ર જોઈને*?
અર્ધનારેશ્વર રુપે આજ કૃષ્ણ કેવા શોભે છે,
ધરી રુપ પ્રેયસી રાધાનું કૃષ્ણ કેવા શોભે છે.
શિરે મોરપીંછ ધારી ઓઢી બેઠા નવરંગ ચૂંદડી,
ધરી આંખો એ શરમનું આવરણ કૃષ્ણ કેવા શોભે છે
છોડી ચમકતા લલાટે ચમક ઓલ્યા તિલકની,
નમણા નયન મધ્યે ચોડી ટીલડી કૃષ્ણ કેવા શોભે છે.
સદૈવ શોભતા જેને કાને હીરા જડિત હેમના કુંડળ,
પહેરી બેઠા લટકતા લટકણે કૃષ્ણ કેવા શોભે છે.
સેંથીમાં સોહાય મારા શામળિયાને માંગ ટીકો,
જગતના પાલનહાર રાધે નામે કૃષ્ણ કેવા શોભે છે.
-સચિન સોની
31-08-19