"માણસ જેવો માણસ છું"
રચના : દશરથ પંચાલ
લેખક છું, કવિ છું, સંવેદના રેડું છું,
સંવેદના રેડું છું તેથી તો માણસ છું!
ભાઈ, હું માણસ જેવો માણસ છું,
કાર્યક્રમ વિના કામ કરતો કાર્યકર છું.
મને ગાલગાનું બંધારણ નહીં ફાવે,
હું તો હૈયામાં લખનાર માણસ છું.
ખુરશી-ટેબલ ને સોફા નહીં ફાવે,
હું તો બાંકડે બેસનાર માણસ છું!
પિત્ઝા,બર્ગર કે પકવાન નહીં ફાવે,
ટાઢો રોટલો ખાતો નાનો માણસ છું.
આદર આપો છો તે આપની મોટપ છે,
બાકી હું તો ઉખેણો સુનારો માણસ છું!
નથી ભેગી કરી જાયદાદ દુન્યવી મોટી,
બે ટંક રોટલા ખાઈ નિજાનંદમાં રહું છું.
કોઈને ગમે - ના ગમે, મને ગમતું લખું છું,
જાગું હર પળે, રોજ કબરમાં સુવું છું!