પેલાના જમાનામાં સંબંધોની આવરદા ખૂબ લાંબી હતી . સંબંધોમાં સુવાળપ અને ભીનાશ હતી . કરચલી વાળા સંબંધો તો બહુ ઓછા જોવા મળતા . અને હવે....
નાની ઉંમરમાં જ સંબંધોમાં પડતી કરચલી . અને ચહેરા પર આર્ટિફિશિયલ લાગણીની ભીનાશ વેરતું સ્મિત ,
સૂકા પડી ગયેલા દરિયાની ભીનાશને ખાલી મહેસુસ કરવાની ... બાકી તો હવે ઘૂઘવતા દરિયાના પાણીની થોડીઘણી વાછંટ આવે તો પણ ઘણું ... શબ્દોમાં જે લખાય છે એ હોઠો પર નથી આવતું . આપણા લોકો સાથે મનાવતા તહેવારોની મજા પણ હવે એક બિનજરૂરી યાદોની લિસ્ટમાં આવી ગયું છે દરેક સંબંધમાં એક પ્રેમાળ હૂંફ આપતી જિંદગી હવે બચી નથી .