કહેવું છે ઘણું બધું પણ કહું કંઈ રીતે ??!
અસંમંજસ માં પડી છે કંઇક આ વાતો
એને શબ્દો આપુ કંઈ રીતે ??!
તું હોય છે હર પલ હર વખત આસપાસ
પણ તને જ આ વાત કહું કંઈ રીતે ??!
બધે જ તું જ છે : નજર માં પણ તું જ છે ;
પણ નજર ની સામે તું જોઇએ :
એ કહેવું કઈ રીતે ??!
તારા નામ થી જ હોઠો પર સ્મિત ફરેકે છે ;
તારા સ્પર્શ થી જ ધડકન ચુકી જવાય છે .
દિલ ની આ લાગણી તારી સામે કહું કઈ રીતે ??!
તૂ શૂં ઈચ્છે છે ??!
તૂ શૂં વિચારે છે ??!
એ વિચારી ને મન થંભી જાય છે...
જીવનભર ઈચ્છુ છું સાથ તારો ;
પણ તારી જ સામે આવીને આ વાત
કહું કઈ રીતે ??!
Dr.Divya