જય શ્રી કૃષ્ણ ? હેપી જન્માષ્ટમી
ખમ્મા મારા કાનને
ઉંબરે વાગી ઠેસ રે..
ક્યાં છુપાયો રિસાઈને
યમુનાને ઘાટ રે..
છુપાયો તું મોર પીંછમાં
શોધું તને રાધાના પાલવમાં
ખમ્મા મારા કાનને
ઉંબરે વાગી ઠેસ રે..
શોધું તને વાંસળીના નાદમાં
મટુકી ફોડી ગોરસ છે હાથમાં
છુપાયો તું ગોપીઓના સાદમાં
શોધું તને વનરા તે વનમાં
છુપાયો તું રાધાની આંખમાં
ખમ્મા મારા કાનને
ઉંબરે વાગી ઠેસ રે..
શોધું તને વાંસળીના સૂરમાં
છુપાયો તું વૃંદાવનના જનજનમાં
કૃષ્ણ કરે તું કવન કણકણમાં
શોધું તને ગોપીઓ સંગ રાસમાં
છુપાયો તું ભક્તોના તાનમાં
ખમ્મા મારા કાનને
ઉંબરે વાગી ઠેસ રે..
-આરતીસોની©રુહાના.!
અમદાવાદ