કૃષ્ણજન્મની વધાઈ
આગળ પાછળ, ઉપર નીચે, ચારેકોર શોર છે.
ત્રિભુવનનો નાથ વ્હાલો, લાલો માખણચોર છે.
મીરાનું ઈ મેલ સરનામું મોરપિચ્છ ડોટ કોમ છે.
રાધાએ રાખ્યું માધવ બીજું સેમ ટુ સેમ ફોમ છે.
પીંછું મુગટ શિરે ધર્યું વ્હાલો લાલાને મોર છે.
ત્રિભુવનનો નાથ વ્હાલો, લાલો માખણચોર છે.
દ્રૌપદીનો સિક્રેટ પાસવર્ડ ફેવરિટ દોસ્ત છે.
સૌ ગોપીનો ય એ પાછો ફેવરિટ મોસ્ટ છે.
ભીડ ભાંગી પકડે હાથ, પાક્કો દોસ્તીનો દોર છે.
ત્રિભુવનનો નાથ વ્હાલો, લાલો માખણચોર છે.
માથે મટુકી મૂકી, ગોપી વેચે લ્યો માધવ માધવ .
દૂધ દહીં ગોરસ હાંડીમાં, બીજું માખણ માખણ.
દુઃખ ચોરે, દર્દ ચોરે, લાલો ચિત્તચોર છે.
ત્રિભુવનનો નાથ વ્હાલો, લાલો માખણચોર છે.
કવિતા શાહ