સમયના હાથમાં છે બધી ચાવી
કોઇને બનાવી દે સિકંદર
કોઇને મસ્તમૌલા કલંદર
ભલે જીવ્યો જગમાં
કીધી મબલખ કમાણી
ખબર છે અંતે સહુને
મળતી હોય છે કબર
રાજા કા રંક હો
કર્યા ગુણક ,ભાજકને સરવાળા
સરવૈયું કાઢવું
અંતે સમજાય છે સત્ય કે
થાય છે કેવળ અહીં
સ્નેહની બાદબાકી
સજળ આખો આંખોની. ભની સહૂને ખબર પડતી
ખબર કયાં પડે છે?
અનરાધાર રડતા આ અંતરની
પરિણામ મેળવવા મન
ઘણો તલસાટ કરતું રે
મન હોય તલપાપડ
ખબર અંતે પડે છે અહીંનું બધું અહીંયા રહેવાનું
લડયો તો દિન-રાત હું જેહની ખાતર!
ભવની વાટે ભેળા થઇ
ભેરૂ થઇને રોકાણા
એ ભવવાટે જૂદાં થાશું ને
ખબર પડશે નહિ
રસ્તા કયાં કઇ રીતે
ને કેમ ફંટાણા?