ફેસ બુક
-------------------------
ગીતા વાંચી ને સમજવી અઘરી છે,
કાના, તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,
ગીતા વાંચી ને......
કંઇકેટલી ગોપીઓ,
સોળહજાર રાણીઓ,
ને લટકા માં રાધા ને મીરાં...
જયારે અહીં તો રાતભર જાગીને,
સો-હજાર "ફેન્ડ રીકવેસ્ટ" મોકલી,
તો ય ન મળ્યાં પ્રત્યુતર,
કંઈ કેટલાંય " એકાઉન્ટન્ટ " પર,
અંધારામાં માયાૅ છે મેં તીર,
કઈ રીતે મળે મારા દિલ ને
" દિલબર " ?...
કાના,તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,...
ગીતા વાંચી ને....
કયારેક તેં ગોપીઓ ના ચોરીયા
કપડાં સહજ,
ને અહીં તો ગોપીઓ ત્યાગે છે
જાતે કપડાં,
" લાજ શરમ " છે સ્ત્રી નું ઘરેણું,
કાના, તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,
ગીતા વાંચી ને...
કોપી-પેસ્ટ ને ફોરવર્ડના
આ જમાનામાં,
મૌલિક કશું રહ્યું નથી,
કોઈ મને " ટેગ " કરે દરરોજ,
એવું થાય શી રીતે ?
કાના, તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,
ગીતા વાંચી ને....
ગીતા ના છે અઢાર અધ્યાય છતાં,
એ બધા માં વાત કરી તે અેકજ,
અહી " ફેસ બુક " પર
રોજ આવે છે વાતો અઢારસો,
કોની વાત ને શું વાત માનવી ?
કાના, તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,
ગીતા વાંચી ને....
હતો ફક્ત એક જ અજૅુન હતાશ,
તેમ છતાં તે યુધ્ધ ભૂમિ માં
કહ્યો સઘળો ગીતા સાર,
ને દેશ માં આજે
હજારો-લાખો " અજૅુનો " છે
હતાશ, બેબસ, લાચાર...
આ સઘળાં અજૅુનો ને,
ગીતા વાંચી ને સમજવી
અઘરી પડે છે,
માટે ...
કાના તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,
ગીતા વાંચી ને સમજવી અઘરી છે,
કાના તું " ફેસ બુક " પર
આવીને સમજાવ,...
--- મુકેશ મણિયાર .